Skip to main content

Posts

Showing posts from August, 2021

Peregrine Falcons with kill

અમે વલસાડ પાટણ થી આવ્યા હતા. રણ  પાટણ થી પણ બહુ નજીક હતું જેથી અમને ત્યાં શાહીન બહુ બધી વાર દેખાતો હતો. અહીંયા આવ્યા પછી તમને એવું લાગતું હતું કે હવે અમને શાહીન બહુ નહી દેખાય પરંતુ એવું થયું નહીં. અમે શાહીન વલસાડમાં બહુ બધી વાર જોઈએ. વલસાડના દરિયાકાંઠે જ્યારે અમે કીચડીયાઓને જોવા ગયા હતા ત્યારે આકાશમાં અમને શાહીન પક્ષી દેખાયું. તે જ્યાંથી ઉડી હતું ત્યાં બેઠેલા કીચડીયા અચાનક ઉડ્યા અને અમારું ધ્યાન આ પક્ષી પર ગયું. એના પર ધ્યાન આપતા અમને દેખાયું કે તેના પગમાં એક નાનું પક્ષી મારેલું હતું. અમારા દેખા દેતા શાહીન પક્ષી આકાશમાં ગાયબ થઈ ગયું.