અરવલ્લીની ગોદમાઁ સમાયેલા પોળોના જંગલો પ્રક્રુતિ પ્રેમીઓ માટે ઉતમ સ્થળ છે. ખાખરો, મહુડો, ઉંબરો, આંક્લો, બોર વગેરે જેવા વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓ થી આચ્છાદિત ગિરિમાળાઓ કુદરતી જળસ્ત્રોત, પંદર્મી સદીનું સ્થાપત્ય અને ખાસુ અદભુત જૈવિક વૈવિધ્ય તેના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે . પોળોના જંગલો રીંછ, ચિલોત્રો અને લુપ્ત થતાં ગીધ જેવા પક્ષીઓનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે.
વહેલી સવારથી જ પોળોના જંગલો પક્ષીઓના કલરવથી ગૂંજવા માંડે છે તેમાં વણાય જતો વહેતા પાણી નો અવાજ મધુર કુદરતી સંગીત નો અહેસાસ કરાવે છે. સવારે સાત વાગ્યે અમારા પક્ષીની નિરીક્ષણની શરૂઆત આઠથી દસ ખેરખટ્ટા ના ટોળા થી થઇ. પોળો કેમ્પસાઇટ પક્ષી નિરીક્ષણ માટે એક સારી જગ્યા છે. સહેલાણીઓની અવરજવર ઓછી હોય તો આ વિસ્તારમાં ઘણા પક્ષીઓ જોવા મળી જાય છે. અહી વડ, ઉમરા જેવા પાકેલા ફળો ધરાવતા વૃક્ષોમાં પંખીડાઓ ના અવાજની ભરમાળ સાંભળી ચકિત થઈ જવાય છે. અહીં ચિલોત્રો, લક્કડખોદ, કંસારો, તુઇ, પિળક, સુડો, ખેરખટો જેવા પક્ષીઓ ના પોતાનો અનોખો અવાજ થી હાજરી પુરાવી કે જુઓ અમે અહિયાં જ છીએ. વળી લીલા કંસારાના બુલંદ અવાજ ની પડઘમ તો આખા જંગલમાં વાગે છે.
હરણાવ નદીના કિનારાની ભેખાડો પર ના પણૅવિહિન વૃક્ષો પણ ચિલોત્રો સૂર્ય સ્નાન કરતા નજરે ચડ્યા. ૩ થી ૪ ના ટોળામાં ચિલોત્રા એકબીજાની પાછળ ઉડતા અને સામસામે કોલિંગ કરતા હતા. ચિલોત્રો ની એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડવાની કળા જોવી એ લ્હાવો છે. પાંખો ફફડાવીને ઉડવાની બદલે તે ધીરે-ધીરે પાંખો ફેલાવીને હવામા સરકતા હોય તેવો આભાસ થાય છે.
Indian Grey Hornbill |
તેને જોવામાં મશગુલ અમારું ધ્યાન નાના કલ્કલિયાએ ખેંચ્યું. આસાનીથી માછલી પકડી બતાવી જાણે કહેતો ન હોય કે જુઓ હું પણ પાણીની સપાટીએ સરકી બતાવુ,
Common Kingfisher |
વળી એટલામાં એક સુફિયા માખીમાર સાવ નજીક આવી ગયું અને કે શું મારી તસવીર નહીં ખેચો.
Red-throated Flycatcher |
પોળો થી આગળ વણજ ડેમ સાઈટ પાણીના પક્ષીઓથી સભર છે. અહીં કિનારાના પાણીમાં નાનો કજિયો, મોટો કજીઓ, ફાટી ચાંચ, વિલાયતી ઝીણી ટીટોડી, ટીલાવાળી વાળી બતક, ભગવી સુરખાબ, નાની ડુબકી, સીંગપર, વાબગલી વગેરે ખોરાક શોધવામાં વ્યસ્ત હતા.
Northern
Pintail
ત્યાંથી પાછા ફરતાં રસ્તાની બંને તરફ વિસ્તાર લીલા જંગલમાં નાનાં-નાનાં પક્ષીઓનો સુરો સાંભળી ઊભા રહેવાની ઇચ્છા રોકી ન શક્યા. સૌથી પહેલા નજરે ચડયા ઝાડની બખોલ માટે ઝઘડતા તુંઈ અને સુડો, નાનકડા શ્વેતનયના નીલગીરી ના ફૂલો ની મજા માણતા હતા.
Oriental
White-eye
તો રુપકડ રાખોડી પીળો માખીમાર અને કથ્થાથઈ માખીમાર જીવાત ખાવામાં વ્યસ્ત હતા.
Grey-headed
Canary Flycatcher
શોબિંગાઅને દૈયડ તો કલરવમા પોતાનું સ્વર સામેલ કરવા ઉત્સુક હતા. ઉપરાંત ખેરખટ્ટો, થરોથરો, રામચકલી અને નાચણ ખોરાક માટે આમતેમ ઉડાઉડ કરતા હતા.
જૈન મંદિર ની પાછળ વિસ્તરેલા જંગલોમાં રૂપાળા દૂધરાજ દેખાયા .ઝાડીઓમાં ઝડપથી ઉડતા આ પંખીડાઓની સુંદર લાંબી પૂંછડી તેમના પાછળ રંગના લિસોટા છોડી જાય છે. તો વળી નાનકડું અધરંગ એકાદ છોડની ડાળી એ ઝુલતુ દેખાયું. ઘટાદાર વૃક્ષોમાં વન ચિબરી અને મધિયો બાજ આરામ કરતા હતા. વળી ઊંચે આકાશમાં એકલાઅટૂલા ચક્કર કાપતી સાપમાર પણ ઝલક આપી.
Black-rumped Flameback |
Brown-capped Pygmy Woodpecker |
Streak-throated Woodpecker |
Streak-throated Woodpecker |
સૂર્ય ઢળે અને પાછા ફરવાની વેરણ થઈ. પંખીઓની આ દુનિયા છોડીને જવું વસમું લાગ્યું. પાછા ફરતી વળી એક ચિલોત્રાની જોડી તેના વિશિષ્ટ સ્વરોથી ઓળખાય ગય. અચૂકપણે પાછા આવવાની ગાંઠ મારી અમે વળતો પ્રવાસ શરૂ કર્યો.
આ તો હતો અમે પોળૉ ના જંગલોમાં માણેલા એક દિવસીય પક્ષી નિરીક્ષણ નો અહેવાલ. બાકી તો પ્રકૃતિ મારવા અને સજીવ સૃષ્ટિને જાણવામાં રસ ધરાવતા મિત્રો એ એક વાર પહોળો ની મુલાકાત અચૂક લેવી રહી.
Solid chhe
ReplyDeleteTHANK YOU SIR
Deleteબોવજ સારુ લખેલ છે પોળો મા પક્ષી અવલોકન નુ વર્ણન વાચી ને આંનદ આવ્યો
ReplyDeleteઆભાર , આપ ના શબ્દો એમને ભવિષ્યમાં વધારે લખવા માટે પ્રેરણા આપશે.
Deletebahuj mast
ReplyDeleteAdbhut 👏🏻
ReplyDelete