અરવલ્લીની ગોદમાઁ સમાયેલા પોળોના જંગલો પ્રક્રુતિ પ્રેમીઓ માટે ઉતમ સ્થળ છે. ખાખરો, મહુડો, ઉંબરો, આંક્લો, બોર વગેરે જેવા વૃક્ષો અને ઔષધીય વનસ્પતિઓ થી આચ્છાદિત ગિરિમાળાઓ કુદરતી જળસ્ત્રોત, પંદર્મી સદીનું સ્થાપત્ય અને ખાસુ અદભુત જૈવિક વૈવિધ્ય તેના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરે છે . પોળોના જંગલો રીંછ, ચિલોત્રો અને લુપ્ત થતાં ગીધ જેવા પક્ષીઓનું પ્રાકૃતિક નિવાસસ્થાન છે. વહેલી સવારથી જ પોળોના જંગલો પક્ષીઓના કલરવથી ગૂંજવા માંડે છે તેમાં વણાય જતો વહેતા પાણી નો અવાજ મધુર કુદરતી સંગીત નો અહેસાસ કરાવે છે. સવારે સાત વાગ્યે અમારા પક્ષીની નિરીક્ષણની શરૂઆત આઠથી દસ ખેરખટ્ટા ના ટોળા થી થઇ. પોળો કેમ્પસાઇટ પક્ષી નિરીક્ષણ માટે એક સારી જગ્યા છે. સહેલાણીઓની અવરજવર ઓછી હોય તો આ વિસ્તારમાં ઘણા પક્ષીઓ જોવા મળી જાય છે. અહી વડ, ઉમરા જેવા પાકેલા ફળો ધરાવતા વૃક્ષોમાં પંખીડાઓ ના અવાજની ભરમાળ સાંભળી ચકિત થઈ જવાય છે. અહીં ચિલોત્રો, લક્કડખોદ, કંસારો, તુઇ, પિળક, સુડો, ખેરખટો જેવા પક્ષીઓ ના પોતાનો અનોખો અવાજ થી હાજરી પુરાવી કે જુઓ અમે અહિયાં જ છીએ. વળી લીલા કંસારાના બુલંદ અવાજ ની પડઘમ તો આખા જંગલમાં વાગે છે. હરણાવ ન
Comments
Post a Comment